રાજકોટ: બંગલોમાં રહેતા પિતાએ કોરોના ની દવા કહીને પુત્ર-પુત્રીને ઝેર પીવડાવ્યું, બાદમાં પોતે પણ પી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું કારણ

 
નાનામવા રોડ પર આવેલા શિવમ પાર્કમાં રહેતા બ્રાહ્મણ પરિવારે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પિતા-પુત્ર-પુત્રીને ગંભીર હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુત્ર અને પુત્રીને કોરોના ની દવા કહીને ઝેર આપ્યા બાદ પિતાએ પોતે પણ પી લીધું હતું.

ધાર્મિક વિધિ કરનાર કમલેશ લાબડીયા રવિવારે સાંજે ઝેર લઇ આવ્યા હતા.પુત્રી કૃપાલી, પુત્ર અંકિત અને પત્ની જયશ્રીબેન ને કહ્યું કે આ કોરોના ની દવા છે.તેને પીધા પછી કોરોના થશે નહીં. પુત્ર અને પુત્રી સાથે કમલેશભાઇએ દવા પી લીધી હતી, જ્યારે પત્નીએ દવા પીવાની ના પાડી હતી. થોડા સમય પછી ત્રણેયની તબિયત બગડતા પત્નીએ મોટાભાઈ ને જણાવ્યું હતું.

ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. કમલેશભાઇએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, મકાન એડવોકેટ આર.ડી.વોરાના સંબંધીને વેચવામાં આવ્યું હતું. ૧.૨૦ કરોડમાં ડીલ થયા બાદ મને ૨૦ લાખ રૂપિયા અપાયા હતા. બાકી 1 કરોડની માંગ કર્યા બાદ આરડી વોરા પોલીસમાં બનાવટી કેસ કરી અમને હેરાન કરતા હતા.

Post a Comment

0 Comments