પતિ-પત્નીએ દારૂ લઇ જવા માટે એવો કીમ્યો અપનાવ્યો કે.., જાણીને પોલીસને પણ છુટી ગયો પરસેવોગુજરાતમાં વાર-નવાર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત રાજકોટમાં એક યુવા દંપતીની રહસ્યમય ઘટના સામે આવી છે. રાજકોટ શહેર ની સ્થાનિક પોલીસે આ દંપતીની સાથે 7 દારૂની બોટલ ઝડપી પડી હતી. પોલીસે વધુ તપાસ અને પૂછપરછ કરતાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સાચી વાત તો એમ હતી કે,પતિ પત્ની બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં દેશી દારુ અને ચાની ભુકી વાળું લાલ કલરનું પાણી મિક્ષ કરી ને ત્યારબાદ ગ્રાહકો શોધીને તેને મોંઘા ભાવમાં વેચતો હતો. આ વાત પોલીસે આવતા પોલીસ પણ ચૌકીઊઠી છે. હજુ પોલીસે ની આગળ ની કાર્યવાહી શરુ છે.

રાજકોટના રોડ પર આ યુવા દંપતી પોતાની મોટર સાયકલમાં વિદેશી દારૂ વેચવા નીકળ્યા હતાં. તે સમયે  ડીવીઝન પોલીસ જવાહર રોડ પર વોચમાં હતા ત્યારે ગેલેકસી હોટલ પાસેથી પસાર થતા મોટર સાયકલને શંકાના આધારે રોકી તલાશી લીધી હતી. તેમની મોટર સાયકલ ની ડીકી માંથી 7 દારૂની બોટલ મળી આવતા પોલીસે તેના નામ જાણ્યા ને સંજય અશોકભાઇ બાદુકીયા અને તેની પત્નિ નેહા ઉર્ફે શબાના સંજય બાદુકીયા નામ આપ્યા હતા. પોલીસે બંનેને પકડી લાલ કલરનું પ્રવાહી ભરેલી વિદેશી દારૂની સાત બોટલ, તથા બે લીટર લાલ કલરનું પ્રવાહી ભરેલી એક બોટલ અને એકસેસ મોટર સાયકલ પોલીસ એ કબજે કરી હતી.

પોલીસે બંનેની પૂછપરછ કરતા વધુ જાણકારી સામે આવી છે, સંજય બાદુકીયા ઇમીટેશનનું કામ કરતો હતો તેની પત્નિ નેહા ઉર્ફે શબાના સ્પામાં નોકરી કરતી હતી. લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં છ મહિનાથી આવા કાળાબજારી ધંધા શરૂ કર્યા હતા. સંજય ભંગારમાંથી સારી એવી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો શોધી લાવતો હતો. તેમાં તે પોતાની સુધબુધ વાપરીને તે બોટલ માં દેશી દારૂ ભર્યા બાદ ચાની ભુકી વાળુ લાલ કલરવાળુ પાણી મિક્ષ કરતો હતો અને ગ્રાહકો શોધી તેને રૂ. 2500 અને 3500 તેનાથી વધુ કિંમતમાં વેંચી નાખતા હોવાની જાણકારી સામે  આવી છે.

તે દંપતી એ કહ્યું હતું કે, આવા કોરોનાના કાળમાં અનેક ધંધા-રોજગાર ઠપ થઈ ચુક્યા હતા ત્યારે લોકોએ અવનવા કાળાબજારી ના ધંધા અપનાવ્યા હતાં. અમુક લોકો માનસિક રીતે પણ અસ્વસ્થ થઈ ચૂક્યા હતા. લોકડાઉન ના  કારણે અનેકના ધંધા રોજગાર બંધ થઈ જતા અનેક આપઘાતના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. અનેક લોકોએ પોતાના ધંધા પણ બદલી નાખ્યા હતા ત્યારે આ દંપતી બંટી-બબલી એ પોતાના ધંધા-રોજગાર નહીં ચાલતા આવી નકારાત્મક વિચાર અને સુધબુધ થી મોંઘીડાટ બ્રાન્ડની દારૂની બોટલો માં ચા ની ભૂકી તેમજ પાણી મિક્સ કરી લોકોને વહેંચવાં કૌભાંડ આચર્યું હતું. અને આવી રીતે પૈસા કમાતા હતાં.

Post a Comment

0 Comments