બબીતાજીને ટક્કર મારે તેવી ફેમસ એક્ટ્રેસ કરશે તારક મહેતા શોમાં એન્ટ્રી, તસ્વીરો જોઇને યુવાનો હોશ ખોઈ બેસશે


નાના પડદાનો સૌથી ચર્ચિત અને પ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈ પણ પરિચયનો મોહતાજ નથી. આ શો દરેક વર્ગના લોકોને ગમે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાલ દર્શકોના મનપસંદ શોની લિસ્ટમાં ખુબ આગળ છે. આ શો દયાભાભીના આવવા અને ન આવવા પર પણ ઘણી શક્યતાઓ લગાવવામાં આવી રહી હતી.

આ શોના દરેક પાત્રએ પોતાની જબરદસ્ત એક્ટિંગ દ્વારા અલગ ઓળખ બનાવી છે. દર્શકોના મન જીતવામાં આ પાત્રોએ કોઈ કમી છોડી નથી. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, શોમાં સ્પ્લિટ્સવિલા ફેમ આરાધના શર્માએ એન્ટ્રી લીધી છે. તે એક ડિટેક્ટિવનું પાત્ર ભજવતી જોવા મળી છે.

સ્પ્લિટ્સવિલા-12માં જોવા મળી હતી આરાધના
શોમાં આરાધના શર્મા ગુંડાઓની એક ગેંગ માટે કામ કરતી જોવા મળી રહી છે. હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દવાઓની કાળાબજારી પર ફોકસ છે. આ બધા વચ્ચે આરાધના શર્માની એન્ટ્રી થઈ છે.

7 » Trishul News Gujarati Breaking News

મોડલ અને ડાન્સર છે આરાધના
આરાધના શર્મા સ્પ્લિટ્સવિલા-12માં જોવા મળી હતી. જેનાથી તે ખુબ જ ફેમસ થઈ હતી. તેની ફેન ફોલોઈંગમાં પણ ખુબ વધારો થયો. આરાધના સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજને લઈને ખુબ ચર્ચામાં હતી. આરાધના એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે સાથે સારી મોડલ અને ડાન્સર પણ છે.

Post a Comment

0 Comments