રાજકોટમાં બીમાર કેદીઓએ જેલમાં જ કાચ ખાઈ લીધા અને…- જાણો સમગ્ર ઘટના

 


ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં સત્તત વધી રહ્યું છે તો સામે ઘણા લોકોના મોત થઈ રહ્યા છે. કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે સરકાર બનતા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે કોરોનાથી કંટાળીને બીજી તરફ કેટલાય લોકો પોતાના શરીરને જ નુકશાન પહોચાડતા હોય તેવા તેવી ઘટનાઓ સામે આવી ચૂકેલ છે. ત્યારે આ પ્રકારની એક ઘટના રાજકોટમાં બની છે. ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે…

રાજકોટ શહેરની અંદર જેલના સળિયા પાછળ સડતા બે કેદીઓની તબિયત લથડતા તેઓને ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે ડોક્ટર દ્વારા આ બંને કેદીઓની તબિયત સારી ન હોવાને કારણે જેલમાં જ ક્વોરેન્ટાઈન થવા માટે કહ્યું હતું. જેલમાં કેદીઓને ક્વોરેન્ટાઈન ના થવું પડે એટલે બંને કેદીએ જેલની અંદર જ કાચ ખાઈ લીધા હતા. જેને લીધે આ બંને કેદીઓને હાલ રાજકોટની સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે. આ બંને કેદીઓમાંથી એક કેદી હત્યાના ગુનામાં અને જયારે બીજો કેદી હત્યાના ગુનામાં પકડાયો હતો.

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં રાજકોટ પોલીસ દ્વારા એક વર્ષ અગાઉ કોઠારિયા રોડ પરથી ગાંજાના મુદ્દામાલ સાથે ઇમરાન પઠાણ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જે આરોપી હાલ રાજકોટની જેલમાં સજા કાપી રહ્યો છે. જયારે બીજો આરોપી જયકિશન એક હત્યાના ગુનામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપી પણ રાજકોટની જેલમાં સળિયા ગણી રહ્યો છે. જેલમાં જયકિશન અને ઈમરાનની તબિયત ખરાબ થવાના કારણે તેઓને ડોકટર પાસે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે ડોકટરે બન્ને કેદીઓને સારવાર માટે જેલમાં જ ક્વોરેન્ટાઈનથવા માટે કહ્યું હતું.

જયકિશન અને ઈમરાનને જેલની અંદર જ ક્વોરેન્ટાઈન ન થવું પડે તે માટે બંને એ ભેગા મળીને એક યોજના ઘડી. બંને કેદીઓએ જેલની અંદર કાચના ટુકડાને પાણીમાં નાખ્યા અને ત્યારબાદ પાણીની સાથે તેઓ કાચના ટુકડા પણ ખાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ જયકિશન અને ઇમરાનને સારવાર માટે પોલીસ ટુકડી સાથે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં લઇ ગયા હતા. જયારે હાલમાં બંને આરોપીઓની સારવાર શરુ છે. આ પહેલા પણ કોરોના સંક્રમિત વ્યક્તિએ કોરોનાના ભયને કારણે ગળે ફાંસો ખાઈને કે હોસ્પીટલમાંથી ઝંપલાવીને આપઘાત કર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.

Post a Comment

0 Comments