માતાને સીલીન્ડર ન મળતા બંને દીકરીઓ પોતાના મોઢાથી જ આપવા લાગી ઓક્સિજન, આ વિડિઓ જોઈને રડી પડશો



સમગ્ર ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોરોના કેટલાય લોકોને પોતાના ભરડામાં લઇ ચુક્યો છે. ત્યારે સમગ્ર દેશમાં ખાનગી કે સરકારી હોસ્પીટલમાં બેડ ફૂલ થઈ રહ્યા છે અને ઓક્સિજનની ભારે તંગી સર્જાણી છે. ત્યારે ઓક્સીજનની અછતને કારણે કેવી રીતે બે દીકરીઓ પોતાની માતાને બચાવવા પ્રયાસ કરે છે જાણો સમગ્ર ઘટના વિશે…

ઉતરપ્રદેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે સરકારી તંત્રની પોલ ખુલ્લી પડી રહી છે. ઉતરપ્રદેશના આગ્રામાં એક સ્ત્રી પોતાના પતિનો જીવ બચાવવા માટે તેના મોઢા દ્વારા ઓક્સીજન આપવાનો પ્રયાસ કર્યો હતો. જે તસ્વીર ખુબ જ ફેલાઈ હતી. આમ કરવા છતાં પણ તે મહિલા પોતાના પતિનો જીવ બચાવી શકી નહી. ત્યારે હવે ઉતરપ્રદેશના બહરાઈચથી આવી જ એક ઘટના સામે આવી છે.

ઉતરપ્રદેશમાં યોગી સરકારના રાજમાં હોસ્પીટલમાં બેડ, દવાઓ અને ઓક્સિજનની સચ્ચાઈ તમે આ સોશિયલ મીડિયાના વાયરલ મીડિયામાં જોઈ શકો છો. ઉતરપ્રદેશની એક હોસ્પીટલમાં સારવાર હેઠળ એક સ્ત્રીને ઓક્સિજનની અછત સર્જાવાને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાઈ રહી હતી. આ પરિસ્થિતિમાં બે દીકરીઓને પોતાની માતાને બચાવવા માટે મોઢાં દ્વારા ઓક્સીજન આપવાની ફરજ પડી હતી.

ઓકિસજનની અછત સર્જાવાને કારણે દીકરીએ પોતાની માતાને બચાવવા માટે મો દ્વારા ઓક્સીજન પૂરો પાડવાની ફરજ પડી હતી. જયારે મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે તે મહિલાને સારવાર હેઠળ મેડીકલ કોલેજમાં લાવવામાં આવી હતી. પરંતુ આ સ્ત્રીને ,વધુ સમય સુધી ઓસ્કીજન મળ્યો નહી. ત્યાર બાદ પોતાની માતાને બચાવવા મોઢા દ્વારા ઓક્સીજન આપવાની ફરજ પડી. ત્યાર બાદ પણ આ મહિલ્લાને પુરતું ઓક્સીજન ન મળવાને કારણે મૃત્યુ થયું હતું.

બહરાઇચમાં ઓક્સિજનની અછત સર્જાવી એ વાત હવે નવી નથી, પણ પરંતુ હોસ્પીટલના દર્દીઓને ઓક્સિજનની અછતને પહોચી વળવા આમ તેમ રખડવું પડી રહ્યું છે. લોકો ઓક્સીજન સીલીન્ડર મેળવવા માટે અસમર્થ છે ત્યારે લોકો તેમના શ્વાસ દ્વારા તેમના પરિવારજનોને પોતાના મો દ્વારા ઓક્સીજન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે આ વાયરલ વીડીઓમાં જોઈ શકો છો કે બન્ને પુત્રી વારાફરતી પોતાની માતાને બચાવવા પોતાના મોઢા દ્વારા ઓક્સીજન પૂરો પડી રહી છે.

જયારે તેમની માતાને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હટી ત્યારે આ બે પુત્રી તાત્લાકાલીક જ મેડિકલ કોલેજ પહોચી હતી. પરંતુ હાલત ખુબ ગંભીર હતી. માતા લાંબા સમય સુધી બેડ પર રહી ત્યારે ઓક્સીજન નહી મળે તેવું લાગતા બંને પુત્રીએ ઓક્સીજનથી પીડાતી પોતાની માતાને મોઢા દ્વારા ઓક્સીજન પૂરો પડવાની કોશીશ કરી હતી, પરંતુ આ પ્રક્રિયા લાંબો સમય સુધી ચાલી શકી નહી અને અંતે તેમની માતાને ઓક્સીજન ન મળતા મૃત્યુ થયું હતું.

Post a Comment

0 Comments