રાજકોટ: કોરોનાગ્રસ્ત પટેલ યુવકે મોત પેહલા ફેસબુક પર લાઈવ આવીને મિત્રોને “બાય બાય” કહ્યુંકોરોના ની બીજી લહેરમાં અનેક પરિવારો વેરવિખેર થયા છે. કોઈએ પોતાના ભાઈ-બહેન ગુમાવ્યા, કોઈએ માતા-પિતા તો કોઈએ પોતાના જીગરજાન મિત્રો કોરોના ના કારણે ગુમાવ્યા છે. રાજકોટમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં કોરોનાગ્રસ્ત યુવકે હોસ્પીટલમાં બેડ પરથી લાઈવ વિડીયો કરીને મિત્રોને અંતિમ બાય બાય કર્યું હતું. બાદમાં યુવકનું મોત થયું હતું.

ગોન્ડળના દીપક પાટીદાર (Dipak Viradiya) કોરોનાગ્રસ્ત હોવાના કારણે છેલા ૧૭ દિવસથી હોસ્પીટલમાં દાખલ હતા. સામાજિક કાર્યકર દીપકભાઈ નું લાંબી સારવાર બાદ મોત નીપજતા મિત્રો તેમજ સમાજમાં ઘેરા શોકની લાગણી છે. દીપક વિરડીયા એ અંતિમ વિદાય પહેલા પોતાના ફેસબુક પર લાઈવ આવીને મિત્રોને બાય બાય કહ્યું હતું. જુઓ વિડીયો,

દીપકભાઈ ગોંડલ ના મહાદેવ વાડી વિસ્તારમાં રહેતા હતા અને તેઓ હોટેલના માલિક હતા.મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ આવ્યા હતા અને કોરોના નો ચેપ લાગતા હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા હતા. તેઓ સોશિયલ મીડિયામાં ખુબ જ લોકચાહના ધરાવતા હતા અને પાટીદાર ના સામાજિક ગ્રુપ SPG ના પણ તેઓ સભ્ય હોવાનું જાણવા મળ્યું છે.

Post a Comment

0 Comments