‘કોરોના સે નહીં, વેક્સિન સે ડર લગતા હૈ સાહબ…’ રસી લેવાના ડરથી ગામવાસીઓ નદીમાં લગાવી મોતની છલાંગસમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આ સમય દરમિયાન કેટલાય કોરોનાગ્રસ્ત દર્દીઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે કેટલાય દર્દીઓ અપૂરતી સુવિધાઓને કારણે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે આવા કપરા કાળ વચ્ચે સરકારે લોકોને કોરોના સામે લડવા માટે વેક્સીન સ્વરૂપે એક હથિયાર આપ્યું છે. વેક્સીન કોરોના સામે લડવામાં એક મહત્વનો ભાગ ભજવી રહી છે.

ત્યારે સરકારના કહ્યા અનુસાર લોકો વેકિસન લેવા માટે ખુબ જ મોટી લાઈનમાં ઉભા જોવા મળી રહ્યા છે. જ્યારે અમુક શહેરોમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન પણ શરુ કરવામા આવ્યું છે. ત્યારે આ વેક્સીન પ્રત્યેની જાગૃતિ ગામડાના લોકોમાં પણ જોવા મળી રહી છે અને ગામવાસીઓ પણ મોટી લાઈનમાં ઉભા રહીને વેક્સીન મુકવી રહ્યા છે. ત્યારે લોકોની આ જાગૃતિ વચ્ચે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જાણીએ શું છે સમગ્ર કિસ્સો…

મળતી માહિતી અનુસાર હાલમાં જ એક અનોખી ઘટના સામે આવી છે. આ ઘટના ઉતર પ્રદેશના બારાબંકી જીલ્લામાંથી સામે આવી છે. બારાબંકી જીલ્લાના સીસોડા ગામમાં વેસ્કીન લગાવવા માટે પહોચેલ આરોગ્ય વિભાગની ટીમને જોઇને ગામવાસીઓએ ડરને લીધે સરયુ નદીમાં કુળવા લાગ્યા હતા.

આ સમગ્ર નજરો જોઇને આરોગ્ય વિભાગની ટીમ અચંભીત થઇ ગઈ હતી. આરોગ્ય વિભાગની ટીમ ગ્રામવાસીઓને નદીમાંથી બહાર આવવા માટે આજીજી કરી રહી હતી. પણ ગ્રામીણો આ વાતને ન માની અને પોતાના નિર્ણય પર અડગ રહ્યા. ત્યારે ઉપજિલ્લાઅધિકારીનાં સમજાવત બાદ ગ્રામવાસીઓ નદીમાંથી બહાર નીકળ્યા હતા. 1500ની વસ્તી ધરાવતા સિસૌડા ગામમાં માત્ર 14 લોકોએ વેક્સીન લેવાની હિંમત કરી છે.

બારાબંકી જનપદનાં રામનગરનાં એક ગામ સિસૌડાનાં ગ્રામજનોમાં વેક્સીન લગાવવાં માટે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં રસીકરણ કરવાની સૂચના માત્રથી તમામ ગ્રામજનોમાં ડર ફેલાઇ ગયો હતો. ડરી ગયેલા ગામવાસીઓ ગામની બહાર વહેતી સર્યુ નદીનાં કિનારે પહોચી ગયા હતાં.

આરોગ્ય વિભાગની ટીમને જ્યારે આ સુચના મળી તો તેઓ નદી તરફ ચાલ્યા ગયા હતાં અને તેમને સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો હતો. આરોગ્ય ટીમને આવતા જોઇને જ ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો હતો અને સરયૂ નદીમાં છલાંગ મારવા લાગ્યા હતાં. છલાંગ લગાવતા સમયે ગ્રામજનોને તેમનાં જીવની પણ ચિંતા કરી નહોતી. ગામવાસીઓ નદીમાં ચલાંગ મારતા જોઇ તેમને બહાર આવવા માટે આજીજી કરવામાં આવી પરંતુ ગ્રામજનો બહાર આવવાં તૈયાર થયા ન હતાં.

સિસૌડા ગામનાં માત્ર 14 લોકોએ લીધી છે રસી:
ઉપજિલ્લા અધિકારી (રામનગર) રાજીવ શુક્લ અને નોડલ અધિકારી રાહુલ ત્રિપાઠીનાં ખુબ જ સમજાવ્યાં બાદ ગામવાસીઓ નદીની બહાર આવ્યાં હતાં. ઉપજિલ્લાઅધિકારીએ ગ્રામિણોની અંદર ફેલાયેલ ડરને દુર કરીને તેઓ વેક્સીન લગાવવા રાજી થઇ ગયા હતાં. ત્યારે જઇ એક પછી એક કૂલ 14 લોકોએ વેક્સીન લગાવી હતી. સિસૌડા ગામની વસ્તી 1500ની છે જેમાંથી ફક્ત 14 લોકોએ જ રસી લીધી હતી.

Post a Comment

0 Comments