બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાની સેવા જગવિખ્યાત છે ત્યારે અબુધાબી, યુએઈ સ્થિત સ્વયંસેવકો અને સરકારના સહયોગથી ભારતને કોરોના સામેની લડાઈમાં જરૂરી ઓક્સીજન સપ્લાય મોકલવમાં આવી રહી છે. બે દિવસ અગાઉ પણ વિપુલ માત્રામાં એક જથ્થો મોકલવામાં આવ્યો હતો અને આજે બીજો જથ્થો મોકલવામાં આવ્યો છે.
આ પ્રસંગે સાધુ બ્રહ્મવિહારી દાસજીએ જણાવ્યું કે, સ્થાનિક સમુદાય અને બીએપીએસ સ્વયંસેવકોના સમહ્યોગથી ગ્લોબલ ગેસ ગ્રુપ દ્વારા પ્રવાહી ઓક્સિજનની બે ટાંકી આજે પોર્ટ પર મોકલવામાં આવી હતી. ટ્રાંસવર્લ્ડ ગ્રુપ દ્વારા 40 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન ભારત મોકલવામાં આવશે. ભારતની કોરોના સામેની લડાઈમાં BAPS અને UAE ભારત સાથે ઉભું છે
બે દિવસ અગાઉ મોકલાયેલા જથ્થામાં 44 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન, 600 સીલીન્ડરમાં 30,000 લીટર ઓક્સિજન ગેસ અને 330 ઓક્સીજન કોન્સ્ન્ટટ્રેટરનો સમાવેશ થયો છે. આ સામગ્રીઓ હોસ્પિટલો પરના દબાણને દૂર કરવા અને દૂર્ગમ વિસ્તારોમાં પ્રાથમિક સારવાર પ્રદાન કરવા માટે નિર્ણાયક સેવા આપશે. આજે ગુજરાત ને પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો છે. ટ્રાન્સવર્લ્ડ ગ્રુપ દ્વારા હવાઈ અને સમુદ્ર માર્ગ દ્વારા લોજિસ્ટિક સપોર્ટ પૂરા પાડવામાં આવી રહ્યો છે.
ટ્રાન્સવર્લ્ડ ગ્રુપ દ્વારા હવા અને સમુદ્રના રસ્તે આ માનવતાવાદી પ્રયત્નો માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરા પાડવામાં આવી રહ્યો છે. બીએપીએસ હિન્દુ મંદિરના સંતો અને સ્વયંસેવકો સમર્થન અને સેવાની સમર્પિત સપ્લાય ચેઇન બનાવવા માટે જોડાયા હતા.
0 Comments