કોરોના ની ત્રીજી લહેર અંગે રાહતના સમાચાર, AIIMS ડીરેક્ટરે કહ્યું બાળકો પર અસર નહી પડે, ડરો નહી

 


કોરોના ની બીજી લહેરે દેશમાં તબાહી મચાવી હતી ત્યારે ત્રીજી લહેરની આગાહી થી સૌ કોઈ ડરી ગયા છે. સ્ટડી માં સામે આવ્યું હતું કે ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે. જો કે સરકારના જણાવ્યા અનુસાર હજી સુધી એવા કોઈ સંકેત નથી કે કોરોનાની ત્રીજી લહેર ની અસર બાળકો પર થશે. હમણાં સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે આનાથી ફક્ત બાળકોને જ સૌથી વધુ અસર થશે.

સોમવારે આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં આપણે બાળકોમાં ખૂબ જ ઓછા કેસ જોયા છે. તેથી એવું લાગતું નથી કે ત્રીજા લહેરમાં બાળકોમાં ચેપ જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકો વધુ સંક્રમિત થશે પરંતુ પેડિયાટ્રિક્સ એસોસિએશને કહ્યું છે કે તે ફેકટ પર આધારિત નથી.તેથી લોકોએ ડરવું જોઈએ નહીં.

બ્લેક ફંગસ અંગે ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના સાથે બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યા છે. બ્લેક ફંગસ ની સારવાર લાંબા સમય સુધી ચાલે છે. ઘણી વખત સર્જરી પણ કરાવવી પડે છે. ઘણા લોકો કોરોના પોઝિટિવ પણ હોય છે. સારવાર દરમિયાન, તેમનો રીપોર્ટ નેગેટીવ બને છે. આવી સ્થિતિમાં, હોસ્પિટલ સમક્ષ પડકાર એ છે કે આવા દર્દીઓ માટે બે વોર્ડ બનાવવા પડશે.

ગુલેરિયાએ જણાવ્યું હતું કે બ્લેક ફંગસનો ચેપ એવા લોકોમાં ભાગ્યે જ જોવા મળ્યો છે જેમને ડાયાબિટીઝ નથી અને જેમણે સ્ટેરોઇડ્સ નથી લીધા. બ્લેક ફંગસ ખૂબ સામાન્ય છે. અમે ત્રીજા ફંગલ ઇન્ફેક્શન એસ્ટ્રાગાલસના કેસ પણ જોઈ રહ્યા છીએ. રંગને બદલે નામથી ઓળખવું વધુ સારું છે. શરીરના જુદા જુદા ભાગોમાં થતાં વિકાસને કારણે ફૂગનો રંગ અલગ હોઈ શકે છે.

તેમણે કહ્યું કે બ્લેક ફંગસ ચેપી નથી. આના કેટલાક લક્ષણો છે, જે કોરોના પછી જોવા મળે છે. જો લક્ષણો 4-12 અઠવાડિયા સુધી જોવા મળે છે, તો તેને ઓન ગોઇંગ સિમ્પ્ટોમેટિક અથવા પોસ્ટ-એક્યુટ કોવિડ સિન્ડ્રોમ કહે છે. જો લક્ષણો 12 અઠવાડિયાથી વધુ સમય સુધી દેખાય છે, તો તેને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

Post a Comment

0 Comments