હવા અને AC થી કોરોના વધુ ફેલાઈ રહ્યો છે, સરકારે આ વાતનું ધ્યાન રાખવા કહ્યુંદેશમાં કોરોનાની બીજી લહેર થી અનેક લોકો મરી રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે દિશાનિર્દેશો જાહેર કર્યા છે જેમાં એરોસોલ અને ડ્રોપલેટ્સ ટ્રાન્સમિશનને કોરોના વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ, છીંક આવવા અથવા બોલતી વખતે થોડા છાંટા બહાર આવે છે તેને ડ્રોપલેટ્સ કહેવામાં આવે છે. કેટલીકવાર આ હવામાં પણ રહે છે, જે ઝડપથી બીજા લોકોમાં ફેલાય છે.

કેન્દ્ર સરકારના અગ્રણી વૈજ્ઞાનિક સલાહકારો દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે એરોસોલ અને ડ્રોપલેટ્સ ટ્રાન્સમિશન દ્વારા કોરોના વાયરસના ચેપનો ફેલાવો વધુ થયા છે. એરોસોલ્સ હવામાં 10 મીટર સુધીની મુસાફરી કરી શકે છે.

પહેલા લોકો ફક્ત નાક કે મોમાંથી નીકળતા ડ્રોપલેટ્સ ને જ કોરોના ફેલાવાનું મુખ્ય કારણ માનતા હતા અને એરોસોલને વધારે મહત્વ આપતા ન હતા. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે આ બંને મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકા મુજબ, વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના લાળ અને નાકમાંથી નીકળેલા ટીપાં અને એરોસોલ્સ વાયરસ ફેલાવાનું મુખ્ય કારણ છે. સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા કહે છે કે લક્ષણો વગરનો ચેપગ્રસ્ત વ્યક્તિ પણ વાયરસનું સંક્રમણ કરી શકે છે.

જ્યારે આપણે ડ્રોપલેટ્સ ના ચેપ વિશે વાત કરીએ છીએ, ત્યારે તે 5 માઇક્રોનથી વધુ હોઈ શકે છે.જો કોઈ કોરોનાગ્રસ્ત દર્દી ચિંક ખાઈ, ઉધરસ ખાય કે બોલે તો ટીપા કોઈ સપાટી પર પડે છે. તે ટીપા ચેપગ્રસ્ત વ્યક્તિથી 2 મીટરનું અંતર કાપી શકે છે. આ સપાટીને સ્પર્શ કરવાથી કોરોના નો ચેપ લાગી શકે છે. એરોસોલનું કદ 5 માઇક્રોનથી ઓછું છે. તેથી તે હવા સાથે મળીને 10 મીટર દૂર ચેપ ફેલાવવામાં અસરકારક સાબિત થાય છે.

તેથી હવે ડ્રોપલેટ્સ ટ્રાન્સમિસન સાથે એરોસોલ ટ્રાન્સમિશન પણ જોખમી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે એક વાતની વધુ કાળજી લેવાની જરૂર છે કે ઘરની અંદર ક્રોસ વેન્ટિલેશન રહે એટલે કે હવા બહારથી આવતી રહે. જેમ વેન્ટિલેશન દ્વારા કોઈપણ પ્રકારની ગંધ ઘટાડી શકાય છે, તેવી જ રીતે વેન્ટિલેશન દ્વારા વાયરસનું જોખમ પણ ઘટાડી શકાય છે. બારી ખુલ્લી રાખવી તેમજ સ્વચ્છ હવા અંદર આવે તે જરૂરી છે. 

Post a Comment

0 Comments