બ્લેક ફંગસ/મ્યુકોરમાઈકોસિસ નો અમદાવાદમાં કહેર- અત્યાર સુધી ૩૦ મોત, 185 ની આંખો કાઢી, 150ના દાંત કે જડબાસમગ્ર ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે, રાજ્યમાં પણ કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો થયા રહ્યો છે. સુરતમાં એક સમયે રાજ્યના સૌથી વધુ કેસ પોઝીટીવ આવતા હતા ત્યારે હવે હાલમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે મ્યુકોર્માઇકોસિસના કેસને કારણે ભયનો માહોલ સર્જાયો છે. મ્યુકોરમાઈકોસિસને કોરોના બાદની મહામારી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના કરતા પણ ઘાતક બની રહ્યો છે મ્યુકોરમાઈકોસિસનો રોગ, ચાર મોટા શહેરોમાં જ 3000 કેસ સામે આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસનાં 506 દર્દી સારવાર હેઠળ છે. તેમજ છેલ્લાં દોઢ મહિનામાં 120થી વધુ દર્દીના દાંત અને જડબા તેમજ 10 દર્દીની આંખો કાઢવાની ફરજ પડી છે. જ્યારે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં મળીને કુલ 185થી વધુ દર્દીઓની આંખો કાઢવી પડી છે. એટલું જ નહીં, સિવિલમાં રોજના 20 નવા દર્દી દાખલ થાય છે, તેમજ દરરોજ 1 દર્દીનું મોત થતું હોવાથી અત્યાર સુધીમાં 30થી વધુ દર્દીના મોત થયા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, ગત 15 એપ્રિલની આસપાસ સિવિલમાં મ્યુકર માઈકોસિસનો પ્રથમ કેસ નોંધાયા હતો. તેમજ 62થી 64 જેટલાં દર્દી દાખલ થતાં 7મી મેથી આખો અલગ વોર્ડ શરૂ કરાયો હતો. ત્યારબાદ સિવિલમાં એક પછી એક 8 વોર્ડમાં હાલમાં 371 તેમજ 1200 બેડના 2 વોર્ડમાં 60 મળીને કુલ 431 દર્દી સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં દરરોજ 20થી 25 નવા દર્દી દાખલ થાય છે, તેમજ 20 જેટલાં દર્દીને રજા અપાય છે. તેમજ અંદાજે રોજનું 1 દર્દીનું મોત થાય છે. દર્દીની સંખ્યામાં સામાન્ય ઘટાડો નોંધાયો છે, પણ દર્દી વધશે તો નવા વોર્ડ શરૂ કરાશે.

ડો. રાકેશ જોષીએ વધુમાં જણાવતા કહ્યું કે, હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીમાંથી અત્યાર સુધીમાં 1 ટકા લોકોની આંખો તેમજ 4થી 5 ટકાના દાંત-જડબા કાઢવાની ફરજ પડી છે. જયારે 2થી 5 ટકા કેસમાં દર્દીની આંખ, મગજ અને લકવા જેવી અસરો જોવા મળી છે. જ્યારે સિવિલની ડેન્ટલ અને પેરાપ્લેજીયા હોસ્પિટલમાં 75 દર્દી સાથે સિવિલમાં કુલ 500 દર્દી તેમજ ખાનગી હોસ્પિટલોમાં 300થી 400 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી 30થી વધુ દર્દીના દાંત-જડબા કાઢયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાગીની વર્માએ જણાવ્યું કે, હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 4 વોર્ડ અલાયદા તૈયાર કરાયા છે. અહીં આંખ, કાન, નાક તથા ગળાના નિષ્ણાત ડોક્ટરોની ટીમ ખડેપગે છે. અત્યારે 104 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમને તમામ પ્રકારની સારવાર નિષ્ણાત ડોકટરો દ્વારા આપવામાં આવી રહી છે. સુરતમાં મ્યુકોરમાઇકોસિસના અત્યારસુધીમાં 700 કરતાં વધારે કેસ નોંધાયા છે જેમાં 17નાં મોત સત્તાવાર રીતે નોંધાયા છે.

બીજીતરફ વડોદરામાં ખાનગી હોસ્પિટલ સહિત મ્યુકોરમાઈકોસિસનાના 325 કેસો અત્યાર સુધી આવ્યા હોવાનું જણાવી સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને ઇએનટી વિભાગના વડા ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં દાખલ મ્યુકોરમાયકોસિસના દર્દીઓની સંખ્યા 168 ઉપર પહોંચી છે. જ્યારે ગોત્રી જનરલ હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે, આ હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસના કુલ દર્દીઓની સંખ્યા 57 ઉપર પહોંચી છે.

ખાનગી હોસ્પીટલમાં 175 દર્દીની આંખ કાઢવી પડી
મ્યુુકર માઈકોસિસને પગલે અમારી નેત્રાલય હોસ્પિટલમાં 4 દર્દીની મળીને શહેરની વિવિધ હોસ્પિટલોમાં 150થી 175 દર્દીની આંખો કાઢવી પડી છે. લક્ષણો દેખાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરવાથી દર્દીની આંખ બચાવી શકાય, આંખમાં ફેલાઇ ગયું હોય સર્જરી કરીને મગજમાં જતું અટકાવીને દર્દીનો જીવ બચાવી શકાય છે. – ડો. જગદીશ રાણા, વાઇસ પ્રેસિડેન્ટ, ઓલ ગુજરાત ઓપ્થલોમોલોજિકલ સોસાયટી

સિવિલમાં દરરોજ 8થી 10 સર્જરી કરવામાં આવે છે
ડેન્ટલ ડો. ગિરીશ પરમારે જણાવતા કહ્યું કે, મ્યુકર માઈકોસિસના કેસ વધતાં ડેન્ટલમાં 60 અને પેરાપ્લેજીયા હોસ્પિટલમાં 15 મળીને 75 દર્દી દાખલ છે. ડેન્ટલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની સાથે કિડની અને પેરાપ્લેજીયા હોસ્પિટલ મળીને 3 ઓપરેશન થિયેટરમાં રોજની 8થી 10 સર્જરી થાય છે. અત્યાર સુધીમાં મ્યુકર માઈકોસિસની ગંભીર અસરો ધરાવતા 120થી ‌વધુ દર્દીના દાંત અને જડબા કાઢવાની સર્જરી કરાઈ છે.

મ્યુકર માઈકોસિસસના દર્દીની પ્રથમ અમે આંખ બચાવવા પ્રયાસ કરીએ છીએ,ફંગસ લોહીની નળીમાં પ્રવેશ્યું હોય સાયનસને અડીને આંખમાં આવવાનો રસ્તો છે, ત્યાં સુધી જ પહોંચ્યું હોય તો આંખમાં ખાલી સોજો જ આવે છે. પરંતુ, ફંગસ આંખના ડોળા પાછળ અને મગજની વચ્ચેના ભાગમાં પહોંચી ગઇ હોય તો આંખ કાઢવી પડે છે, અત્યાર સુધી આવાં 10 દર્દીની આંખ કાઢવી પડી છે.

Post a Comment

0 Comments