અમિતાભ બચ્ચન “કૌન બનેગા કરોડપતી” ની 13મી સીઝન સાથે આવી રહ્યા છે, રજીસ્ટ્રેશન આ તારીખથી શરુ થશે

 અમિતાભ બચ્ચનના ગેમશો કૌન બનેગા કરોડપતિ સીઝન 13 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સદી ના મહાનાયક અમિતાભ ફરી એકવાર તેના પ્રખ્યાત શો કેબીસી-13 સાથે આવી રહ્યા છે. ગેમ શો માટેના સ્પર્ધકો નોંધણી દ્વારા પસંદ કરવામાં આવે છે, જેની લાઇન્સ 10 મેથી ખુલવાની છે.

સોની ટીવીના સોશ્યલ મીડિયા પર આ અંગેની માહિતી આપવામાં આવી છે. તેમજ શોનો પ્રોમો પણ લોન્ચ કરવામાં આવ્યો છે. કૌન બનેગા કરોડપતિ 12 માં પ્રેક્ષકો બોલાવવામાં આવ્યા ન હતા. સ્ટુડિયો પ્રેક્ષકો ન હોવાને કારણે, શોના નિર્માતાઓએ ઓડીયન્સ પોલ લાઈફલાઇનને દૂર કરવી પડી હતી.

તેને વિડિઓ-એ-ફ્રેન્ડ વિકલ્પ તરીકે રાખવામાં આવી હતી.આ સિઝનમાં પણ કોરોના ના કારણે પ્રેક્ષકો ને જવાની મંજુરી ન અપાય તેવું લાગી રહ્યું છે. અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિના રજિસ્ટ્રેશન પ્રોમોનું શૂટિંગ કર્યું છે. જોકે અમિતાભ કોરોના પોઝીટીવ આવ્યા ત્યારથી આ કામ અટકી ગયુ હતું.

Post a Comment

0 Comments