દાઢી કરવા માટે રેઝર ન મળતા આ કાકાએ એવો દેશી જુગાડ અપનાવ્યો કે, વિડીયો જોઇને ચોંકી ઉઠશો

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક અજીબોગરીબ વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. દેશમાં કોઈપણ સમસ્યાનું સામાન્ય તથા તાત્કાલિક સમાધાન તો ‘જુગાડ’ જ છે. કેટલાંક લોકો પોતાના રોજિંદા કામો તેમજ પોતાના શોખમાં જુગાડથી જ કામ ચલાવતા હોય છે.

જેને લીધે કોઈપણ કામ આસાનીથી તેમજ ખુબ ઝડપથી પૂર્ણ થઇ જતું હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે, જેમાં દાઢી કરવા માટે રેઝર ન મળતાં છેવટે કાકાએ જુગાડ લગાવીને કામચલાઉ રેઝરથી દાઢી કરી રહ્યા છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક કાકા કામચલાઉ રેઝર બનાવીને તેનાથી દાઢી કરી રહ્યા છે. કાકાએ આ રેઝર એક નાની લાકડી તથા દોરીમાંથી બનાવી છે. જેમાં 2 નાની સળીઓ V શેપમાં એકબીજાની સાથે જોડાયેલ છે કે, જેનાથી તેનો ઉપયોગ કરવો સરળ થઇ જાય.

જયારે બ્લેડ મૂકવાને બદલે દોરાને એક પછી એક એમ કેટલાંક લેયરમાં સેટ કરવામાં આવ્યો છે કે, જેનાથી દાઢી કરી શકાય.જો કે, આ વીડિયોમાં જોવા મળતા કાકા ક્યાં રહે છે તેમજ કોણ છે તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ શકી નથી. અહીં નોંધનીય છે કે, આ વીડિયોમાં જોવા મળેલ ટેક્નિક નવી છે પણ જુગાડથી કામ કરવું ભારતીયોની માટે ખુબ સામાન્ય વાત છે.

આની પહેલા પણ અન્ય એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો કે, જેમાં તેઓ એક નવી ટેક્નિકથી પોતાના વાળ કાપી રહ્યા હતા. જો કે, નવાઈની વાત એ છે કે, વાળ કાપવા માટે તેમણે કોઈ ટ્રીમર અથવા તો કાતરની મદદ લીધી ન હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તેમણે વાળ કાપવા માટે એક કાસકો, બ્લેડ તથા કલીપની મદદથી પોતાના વાળ આસાનીથી કાપ્યા હતા.

આની સાથે જ જૂના ન્યૂઝ પેપરની મદદથી એપ્રોન પણ બનાવ્યું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, તેઓ એક ક્લિપની મદદથી બ્લેડને કાસકાની સાથે અટેચ કરી દે છે. ત્યારપછી તેઓ કાસકાને પોતાના વાળ પર ફેરવે છે, તેમ વાળ કપાય છે. આ સમયે દેશમાં સલૂન બંધ હોવાથી કેટલાંક લોકો ઘરે વાળ કાપવા લાગ્યા હતા. આ દરમિયાન લોકો એક બીજાને વાળ કાપી આપતા હતા.

 

--------------------------------------------------------------------------------

ગુજરાતી ન્યુઝ Telegram channel માં મેળવવા અહી ક્લીક કરો. 


*26 હજારનું માસ્ક પહેરીને કરીના કપૂર બોલી… -જાણો શું છે ખાસિયત?


Post a Comment

0 Comments