સગા સબંધી કોરોનાના ડરથી મૃતદેહને કાંધ આપવા પણ ન આવ્યા છેવટે પોલીસે માનવતા મહેકાવી અને…કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે ઘણા લોકો માનવતાના કાર્ય કરી રહ્યા છે જે ખુબ જ ગર્વની વાત કહી શકાય. આપણે જોવા જઈએ તો લોકોને સાવચેત અને સુરક્ષિત રાખવા માટે પોલીસ કર્મીઓ નિયમોનું પાલન તો કરાવતા જ હોય છે પરંતુ તેમની સાથે તેઓ માનવતાનું કાર્ય પણ કરી રહ્યા છે. તો ચાલો અમે તમને પોલીસે કરેલ માનવતા કાર્ય વિશે જણાવીએ.

હાલમાં ચાલી રહેલા કોરોના કાળ દરમિયાન પોલીસે કરેલ માનવતાનું કાર્ય સામે આવ્યું છે. આ માનવતાનું કાર્ય ઉતરપ્રદેશના બીજનૌર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. અહિયાં એક મહિલાના મૃત્યુ પછી તેમના મૃતદેહને કાંધ આપીને સ્મશાન સુધી પહોચાડવા માટે 4 લોકો પણ નહોતા મળ્યા. આ મહિલા કોરોના પોઝીટીવ તો ન હતી પરંતુ કોરોનાનું સંક્રમણ એટલું ફેલાઈ ચુક્યું છે કે અંતિમ સંસ્કાર માટે ના તો કોઈ સગા સબંધી આવ્યા કે ના તો કોઈ પાડોશી આવ્યા. એવામાં આ મૃત મહિલાના પુત્રએ પોલીસની મદદ માગી હતી.

મૃતદેહને કાંધ આપીને સ્મશાન પહોચાડવામાં આવ્યો:
મૃત મહિલાના પુત્રએ પોલીસની મદદ માગી અને પોલીસ દોડી આવી. પોલીસ કર્મીઓ સમયસર મૃતદેહને કાંધ આપી અને સ્મશાન સુધી પહોચાડવામાં આવ્યો. ત્યાં મહિલાના તમામ સન્માન સાથે અગ્નિ સંસ્કાર કરાયા હતા. અંતિમ સંસ્કાર માટેની લાકડાઓની સુવિધા પણ પોલીસ દ્વારા કરવામાં આવી.

પોતાના દીકરાના મોત બાદ શીલાદેવીને આઘાત લાગ્યો:
ઉતરપ્રદેશના બીજનૌરના ધમ્પુરની રહેનારી શીલાદેવીનું રવિવારના રોજ બીમારીને કારણે મૃત્યુ થયું હતું. આ મહિલાના એક છોકરાનું મોત કોરોનાને લીધે થયું હતું. આ કોરોનાને લીધે મૃત્યુ પામેલ દીકરાના મોત પછી શીલાદેવીને આઘાત લાગ્યો હતો. તેમને કુલ બે દીકરા હતા જેમાં એક હજુ જીવે છે.

કોરોના વાયરસના કહેરને પગલે કોઈ ના આવ્યું:
આ શીલા દેવીના મૃત્યુ પછી તેના બીજો દીકરો વિકાસ શર્માએ પોતાની મને કાંધો આપવા માટે પોતાના સગા-સંબંધીઓને અને પાડોશીઓને ફોન કરીને બોલવ્ય પણ આ કોરોનાના સંક્રમણને કારણે ના તો કોઈ સંબંધી આવ્યું કે ના તો કોઈ પાડોશી આવ્યું. શીલા દેવીના મૃતદેહને કલાકો સુધી ઘરમાં જ રાખવામાં આવ્યો. ત્યાર બાદ તેમના દીકરા વિકાસ શર્માએ પોલીસને ફોન કરીને તમામ વાત કહી મદદ માગી.

સ્મશાનમાં લાકડા ગોઠવીને મહિલાની ચિતા તૈયાર કરવામાં આવી:
વિકાસ શર્માએ પોલીસને મદદ માટે ફોન કર્યો અને પોલીસ થોડું પણ મોડું કર્યા વગર મદદ માટે પહોચી અને તરત જ પોલીસ કર્મીઓ પીપીઈ કિટ અને માસ્ક પહેરીને વિકાસના ઘરે પહોચ્યા. પોલીસ કર્મીઓ  મૃતદેહને કાંધ આપીને સ્મશાન લઇ ગયા. ત્યારબાદ પોલીસ કર્મીઓએ લાકડા ગોઠવીને મહિલાની ચિતા તૈયારી કરી. ત્યાર પછી      પોલીસના કહેવા મુજબ દીકરાના હાથે માં ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

Post a Comment

0 Comments