વાપીની હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે પીઠીના દિવસે જ અંતિમ શ્વાસ લીધા, પરિવાર શોકમાં ગરકાવ


આ કોરોના મહામારીમાં અનેક કોરોના વોરિયર્સ પણ સેવા બજાવતાં બજાવતાં મોતને ભેટી ચુક્યા છ. આ દરમિયાન વાપીની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલી અને મોટાપોંઢામાં રહેતી યુવતીના 23 એપ્રિલે લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી. પરંતુ કોરોનાએ આ પ્રસંગની ખુશી છિનવી લીધી. થોડા દિવસો પહેલા નર્સ યુવતીને તાવ આવતા સેલવાસની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં વધુ તબિયત લથડતાં વેન્ટિલેટર સારવાર ચાલુ હતી. બુધવારે પીઠીના દિવસે જ યુવતી કારોના સામે હારી ગઇ હતી.

નર્સના 23 તારીખે લગ્ન હતા
જાણવા મળ્યું છે કે, કપરાડાના મોટાપોંઢામાં ઓમકચ્છમાં રહેતી મનીષાબેન ડી. પટેલ નર્સિંગનો કોર્સ કરી વાપીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા પણ આપી ચૂકી છે. હાલ કોઇ હોસ્પિટલમાં ફરજ બજાવતી ન હતી. ઘરે જ રહેતી હતી. 23 એપ્રિલે શુક્રવારે તેમના લગ્ન નકકી કરાતા પરિવાર દ્વારા લગ્નની ખરીદી અને અન્ય કામગીરીમાં પરિવાર વ્યસ્ત હતો. પરંતુ કોરોનાએ આ પરિવારની ખુશીને છીનવી લીધી હતી.

પરિવાર શોકમાં ગરકાવ થયો
લગ્નની તારીખ પહેલા જ મનીષાને તાવ આવતાં સેલવાસની ચેત્નય હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ત્યાં તબિયત બગડતા તેમને તરત વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. પરંતુ બે દિવસની ટૂંકી સારવારમાં પીઠીના દિવસે જ તેનું મોત થયુ હતું. લગ્નની તૈયારીના સમગ્ર પ્રસંગને કોરોનાએ માતમમાં ફેરવી નાખ્યો હતો. ઘરે લગ્નનો મંડપ પણ નાખી દેવામાં આવ્યો હતો. પરંતુ આ કાળ બનેલા કોરોનાએ સમગ્ર પરિવારની ખુશી છીનવી લીધી હતી. મનીષાના પોતાના દિલના બધા જ અરમાનો દિલમાં સમાવી તે આ દુનિયાને છોડીને જતી રહી હતી.

નર્સિંગ કોર્સ કરી દર્દીઓની સેવા કરી હતી
વધુમાં જાણવા મળ્યું છે કે, મોટાપોંઢાની મૃતક યુવતીએ નર્સિંગનો કોર્સ કર્યો હતો. તે વાપીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી ચૂકી છે. કોરાનાકાળ વચ્ચે લગ્નની ખરીદી માટે પરિવાર થોડા દિવસો અગાઉ વાપી આવ્યો હતો, પરંતુ આ તમામ ઉત્સાહ અને આનંદ કોરોનાએ છીનવી લીધો હતો.

બચાવવાના તમામ પ્રયાસો કરાયા હતા 

મોટાપોંઢાની યુવતી બે દિવસ પહેલા બહુ જ ક્રિટકલ હાલતમાં આવતાં નિમોનિયા તેમજ કોરોનાં લક્ષણો જણાતાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેને ઓક્સિજન બાદ તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. વાપીમાં હોસ્પિટલો ફુલ હોવાથી જગ્યા મળી ન હતી. તેથી સેલવાસની ચેત્નય હોસ્પીટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયુ હતું. 

Post a Comment

0 Comments