સુરતમાં લક્ષણો વગરના કોરોનાથી સૌથી નાની ઉંમરના બાળકનું પહેલું મોત, પાંચ જ કલાકમાં…

 

કોરોનાએ ગુજરાતભરમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. લોકોનું માનવું છે કે, કોરોના ફક્ત મોટી ઉંમરના લોકોને જ થાય છે, પરંતુ હાલ સ્થિતિ વધારે બગડી છે. હાલના સમયમાં યુવાનો સૌથી વધારે કોરોનાનો શિકાર થઇ રહ્યા છે. અને હાલ તો કોરોનાએ બાળકોનો ભોગ લેવાનું શરુ કર્યું છે. જી હા, સુરતમાં માસુમ બાળકને કોરોનાએ પોતાની સિકંજમાં લીધો છે. બાળકને કોરોનાના કોઈ લક્ષણો નહોતા પરંતુ તેમછતાં બાળકને વેન્ટીલેટર પર મુકવો પડે તેવી પરિસ્થીતી ઉભી થઇ છે.

સુરત શહેરમાં કોરોના મહામારી હવે નાના બાળકોમાં પણ વધારે માત્રામાં જોવા મળી રહી છે. સુરત શહેરના મોટા વરાછામાં 13 વર્ષના બાળકનો ભોગ લેવાયો છે. 13 વર્ષના નાની ઉંમરના બાળકનું કોરોનાથી મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં કોરોનાથી કરુણ મોત થયું છે. 13 વર્ષીય આ બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. તેમછતાં કોરોનાએ ગણતરીના કલાકમાં બાળકનો ભોગ લીધો હતો અને બાળકનું મોત થયું હતું. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત હાલ સુરત ખાતે નોંધાયું છે. હાલમાં પણ 10 વર્ષનું એક બાળક વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે. આ જોઇને સાફ લાગી રહ્યું છે કે, કોરોનાએ બાળકોને પણ પોતાનો ભોગ બનવાનું શરુ કર્યું છે, અને તેમાં સૌથી નાની ઉંમરના બાળકનું પહેલું મોત સુરતમાં નોંધાયું છે.

સ્વાસ્થ્ય બગડતા જ ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો
સુરતના મોટા વરાછામાં ડી-માર્ટ પાસે ભવાની હાઇટ્સમાં રહેતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષના દીકરાનું કોરોનાથી મોત નીપજ્યું છે. ભાવેશભાઈ વ્યવસાયે એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચાલવે છે. અને તેમને ધ્રુવ નામનો 13 વર્ષનો દીકરો છે. રવિવાર સુધી તો ધ્રુવને કોઈ બીમારી નહોતી. કોરોનાના જે સામાન્ય લક્ષણો છે એ પણ નહોતા. અને આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ધ્રુવને કોઈ પણ જાતની તકલીફ કે બીમારી નહોતી. અચાનક રવિવારે ધ્રુવને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ધ્રુવનો જયારે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો ત્યારે તે કોરોના પોઝીટીવ આવ્યો હતો. અને આ પછી પણ ધ્રુવની તબિયત અચાનક લથડી હતી અને વધારે તકલીક ઉભી થતા તેને સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો. અને આ હોસ્પીટલમાં પાંચ કલાકની લાંબી સારવાર બાદ લગભગ રાત્રે 1 વાગ્યે ધ્રુવે અંતિમ શ્વાસ લીધા હતાં અને નાની ઉંમરમાં જ આ દુનિયાને અલવિદા કહ્યું હતું.

આ સાથે જ 10 વર્ષનું અન્ય બાળક પણ વેન્ટિલેટર પર જીવન સામે જંગ લડી રહ્યું છે
હવે કોરોનાએ ઉંમર જોઇને શિકાર કરવાનું છોડી નાના મોટા દરેક લોકોને પોતાના સિકંજામાં લઇ રહ્યો છે. અને ખાસ તો છેલ્લા થોડા દિવસમાં કોરોનાએ બાળકોને પોતાનો ભોગ બનાવવાનું શરુ કર્યું છે. સુરતની સાચી હોસ્પિટલમાં જ અન્ય એક 10 વર્ષનો માસુમ બાળક વેન્ટિલેટર પર જીવન સામે જંગ લડી રહ્યું છે. આ બાળકનો રેપિડ એન્ટજન ટેસ્ટ અને પછી આરટી-પીસીઆર ટેસ્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

પાંચ કલાકમાં જ તબીબોએ કહ્યું કે, હી ઇઝ નો મોર
કોરોનાથી મૃત્યુ પામેલા ધ્રુવના શરીરમાં લાંબા સમયથી પ્રોટિન ડેવલપ નહોતું થતું અને આ માટે સારવાર પણ ચાલી રહી હતી. રવિવારના રોજ સાંજના 7 વાગ્યે તેને સાચી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતા. તેની સારવાર તરત જ ચાલુ કરવામાં આવી હતી અને પછી ડોકટરોએ કહી દીધું હતું કે, ધ્રુવની મમ્મીને પણ બોલાવી લો. ભાવેશભાઈ તરત જ મોટા વરાછા ગયા હતા અને પછી રાત્રે જયારે હોસ્પિટલે આવ્યા ત્યારે હોસ્પીટલના ડોકટરોએ કહી દીધું કે, હી ઇઝ નો મોર. એટલે કે, ધ્રુવ હવે આ દુનિયામાં રહ્યો નથી. આ સાંભળતા જ ધ્રુવના પરિવારના માથે દુઃખનું આભ ફાટી નીકળ્યું હતું.

ધ્રુવ હોસ્પિટલમાં આવ્યો ત્યારથી જ તે સિરિયસ હતો- ડોક્ટર
સાચી હોસ્પીટલના ડોક્ટર હિમાંશુ તળવીએ જણાવતા કહ્યું હતું કે, ધ્રુવને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારથી જ તે ખૂબ સિરિયસ હતો, અને પરીસ્થીતી જોઇને તેને તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. ખૂબ જ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે હોસ્પિટલના સિનિયર ડૉક્ટરોએ ખૂબ જ પ્રયત્નો કર્યા હતાં. પરંતુ તેમછતાં આ દુનિયાની કોઈ સારવાર તેને કોરોનાથી બચાવી ન શકી અને તેને અંતિમશ્વાસ લીધા હતા


ફેસબુક પેજ ને લાઇક કરો

Post a Comment

0 Comments