ફક્ત 24 જ કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયા અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક કેસ- આંકડો જાણીને…

 

હાલમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવેલ કોરોનાનાં કેસને લઈ જાણકારી સામે આવી છે. દિન પ્રતિદિન કોરોના કાળ બનીને વકરી રહ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરાયેલ આંકડા મુજબ રાજ્યમાં ફક્ત 24 કલાકમાં કોરોનાના 3,160 કેસ નોંધાઈ ચૂકયા છે.

આની સાથે જ 2,028 દર્દીઓ સાજા પણ થઈ ગયાં છે જયારે હાલમાં કુલ 16,252 એક્ટિવ કેસની સાથે જ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધારે લોકોને રસી મુકવામાં આવી છે. આની સાથે જ અત્યાર સુધીમાં કુલ 3,00,765 દર્દીઓ કોરોના મુક્ત થઈ ચૂકયાં છે.

જયારે 15 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આની સાથે અત્યાર સુધીમાં કુલ 4,581 લોકોના મોત થયાં છે. આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે તો આની સાથે જ મૃત્યુનો આંકડો પણ દિન-પ્રતિદિન સતત વધતો જઈ રહ્યો છે.

જયારે સાજા થવાનો દર 93.52% રહેલો છે. માર્ચ માસથી કોરોનાએ માથું ઉચક્યું છે જેથી કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં રાજ્યના સૌથી વધારે કુલ 773 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં કુલ 603 અને વડોદરામાં 216 કેસની સાથે રાજકોટમાં 283 કેસ નોંધાયા છે.

અત્યાર સુધી કેટલા લોકોને અપાઇ વેક્સિન ?
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 67,62,638 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ તેમજ 8,10,126 લોકોને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જેમાં સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 72,72,764 લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે

Post a Comment

0 Comments