આ માતાની કહાની સાંભળી આંખમાંથી આંસુ રોકી નહીં શકો

 મા વિશે કવિઓ અને લેખકોએ ખુબ લખ્યુ છે. સાહિત્યમાં પણ મા વિશે ખૂબ કેહવાય છે. મા તે મા બીજા બધા વગડાના વા.. આના જેવી ઘણી લાઈન આપણને યાદ જ રહે છે. પણ અમુક માતાઓ અને મહિલાની કહાની કઇક અનોખી જ હોય છે. પોતાના સંતાન માટે તેમનું બલિદાન ખરેખર અતુલ્ય હોય છે. આજની કહાની પણ કઇક એવી જ છે. આ વાત તમિલનાડૂના સલેમ શહેરની છે, જ્યાં 3 બાળકોની માટે પ્રેમાએ પોતાના ભૂખ્યા બાળકોને ખાવાનું મળે તે માટે પોતાના માથાના સંપૂર્ણ વાળ કઢાવી અને 150 રૂપિયામાં વેચી દીધા. તો વળી એક માહિતી એવી પણ મળી રહી છે કે આવી રહ્યું છે કે, પ્રેમાના પતિ સેલ્વને આત્મહત્યા કરી હતા.

image source

જો વિગતે વાત કરીએ પ્રેમાં વિશે તો તેના પતિની આત્મહત્યા બાદ તેના પતિનો કર્જનો બોજ પ્રેમા પર આવી ગયો હતો. તેમના ગુજરાન વિશે વાત કરીએ તો પ્રેમા અને સેલ્વન ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરતા હતા અને તેમાંથી થતી થોડી આવકનો ઉપયોગ કરીને પોતાની જરૂરતો પૂરી કરતા હતા. પણ એમાંથી બરાબર ઘર ના ચાલતું હોવાના કારણે તેમણે ઘણા રૂપિયા ઉધાર લીધા હતા. એક આંકડો મળી રહ્યો છે એ પ્રમાણે જો વાત કરીએ તો ઉધાર લઈને તેમને 2.5 લાખથી વધુનો કર્જો કરી લીધો હતો. આ કર્જથી પરેશાન થઈ પ્રેમાના પતિએ આત્મહત્યા કરી લીધી.

image soucre

જો કે પતિ જેવી પત્ની ના થઈ અને પ્રેમાએ પોતાના બાળકોને પસંદ કર્યા. કારણ કે પ્રેમા ડરપોક નોહતી. જ્યારે પ્રેમા પાસે પૈસા ખતમ થઈ ગયા ત્યારે તેના મિત્રો અને સંબંધીઓ પાસે તેણે રૂપિયાની માંગણી કરી પરંતુ બધા લોકોએ પોતાના હાથ પાછળ ખસેડી લીધા. કહેવાય છે ને કે જ્યારે આપણા પાસે કઈ ન હોય ત્યારે કોઈ મદદ માટે ના આવે અને કોઈ આપણો ભાવ ન પૂછે. પ્રેમા પણ કઇક આવી જ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહી હતી. ત્યારબાદ અંતે ગામના એક માણસે પ્રેમા સામે એક પ્રસ્તાવ મૂક્યો અને સોલ્યુશન લાવ્યા. યુવકે પ્રેમાને કહ્યું કે જો તે પોતાના માથાના બધા વાળ આપે તો તેને પૈસા મળે.

image source

પછી યુવકની સલાહ પર જરા પણ વિચાર ન કર્યો અને ત્યારે પ્રેમાએ વિચાર્યા વગર જ પોતાના માથાના તમામ વાળ કપાવી લીધા. જેના બદલામાં પ્રેમાને 150 રૂપિયા મળ્યા. જેનાથી પ્રેમાએ પોતાના બાળકોને જમાડ્યા અને પેટની અગ્નિ ઠારી. આ જોઈને લોકોને પણ ખૂબ દયા આવતી હતી. પછીની વાત કરીએ તો પ્રેમાની કહાની જ્યારે એક ગ્રાફિક ડિઝાઈનરને જાણવા મળી તો તેમણે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પ્રેમા માટે ફંડ એકત્રીત કર્યું જે દરમ્યાન પ્રેમા માટે લગભગ 1.45 લાખ રૂપિયા જમા થઈ ગયા આ સાથે જ જીલ્લા પ્રશાસને પ્રેમાને માસિક વિધવા પેંશન આપવાની પણ મંજૂરી આપી છે જેથી હવે ખુબ ટેકો થઈ રહ્યો છે.

image source

હવે આ સ્ટોરી ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો પણ મહિલાના જુસ્સા અને જોમને વખાણી વધાવી રહ્યા છે. જ્યારે પતિએ જવાબદારી ન નિભાવવાને બદલે આત્મહત્યા કરી એ ખોટું કર્યું એવું પણ લોકો કહી રહ્યા છે. પણ જો વાત કરીએ ભૂખમરાની તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2030માં સામેલ 107 દેશોમાં ભારત 94માં ક્રમે પહોંચી ગયું છે. જે એક ચિંતાજનક બાબત છે અને આ મોરચે સરકારે કંઇક કરવાની જરૂર છે.

image source

આનો મતલબ એમ થયો કે તે ‘ગંભીર’ ભૂખમરાની કેટેગરીમાં છે. જાણવાની વાત એ છે કે ભારત આ કેટેગરીમાં પોતાના પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ કરતા પણ પાછળ છે. નિષ્ણાતો એ માટે અમલીકરણની નબળી પ્રક્રિયા, અસરકારક દેખરેખનો અભાવ, કુપોષણનો સામનો કરવામાં હાલકડોલક અભિગમ અને મોટા રાજ્યો દ્વારા નબળી કામગીરીને જવાબદાર ઠેરવે છે. યુપી અને બિહારમાં સ્થિતિ સૌથી ખરાબ રહી છે.

Post a Comment

0 Comments