થ્રી ઈડિયટ્સ વાળા ‘રાંચો’ નો કમાલ: સોનમ વાંગચુક એ પર્વતો પર રહેલા કરેલા સૈનિકો માટે તંબુ બનાવ્યા,-20 ડીગરી માં પણ તાપમાન 15 ડીગરી રહશે

 


  • લદાખની ગલવાન વેલીમાંથી કેટલીક સારી તસ્વીરો સામે આવી છે.અહીં સમાજસેવી સોનમ વાંગચુકે સૈન્યના જવાનો માટે આવા ટેન્ટ બનાવ્યા છે,જેનું તાપમાન હંમેશાં 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ રહેશે.પછી ભલે બહાર તાપમાન માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ હોય.12 હજાર ફૂટથી વધુની ઉંચાઇ પર સ્થિત ગાલવાન વેલી એ જ જગ્યા છે જ્યાં ગયા વર્ષે જૂનમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.તેમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા જ્યારે 40 થી વધુ ચીની સૈનિકો માર્યા હતા.

  • સોનમ વાંગચુક પર બનાવવામાં આવી હતી ફિલ્મ
  • સોનમ વાંગચુક એ જ વ્યક્તિ છે જેના પર સુપરહિટ ફિલ્મ થ્રી ઇડિયટ્સ બની હતી.આમિર ખાને આ ફિલ્મમાં સોનમ વાંગચુકની ભૂમિકા ભજવી હતી.આમાં આમિરનું નામ રાંચો છે.સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે લદાખમાં 24 કલાક રોકાવું મુશ્કેલ છે.

  • તેથી અહીં સ્થિત સેના ના જવાનો ઠંડ દુર કરવા માટે ડીઝલ,કેરોસીન તેલથી લાકડા બાળી નાખે છે.તે તેમના માટે પણ ખૂબ નુકસાનકારક છે.આ તંબુમાં હીટર છે.આ હીટર સૌર ઉર્જા દ્વારા ગરમ થાય છે.સૌર ઉર્જા સંગ્રહિત કરવાની ક્ષમતા પણ છે.તંબુમાં 10 સૈનિકો રહી શકે છે.આનુ વજન 30 કિલોથી ઓછું છે.

  • તંબુની અંદર આવું કંઇક વાતાવરણ રહેશે.10 લોકો તંબુમાં રહી શકશે. સોનમ વાંગચુકે કહ્યું કે તેનું વજન 30 કિલોથી ઓછું છે.તેથી તેને લઈ જવામાં સહેલું છે

  • સોનમ વાંગચુક ગલવાન વેલીમાં ટેન્ટની બહાર અને અંદરનું તાપમાન દર્શાવી રહ્યા છે.

Post a Comment

0 Comments